TANKARA:ટંકારા યોગ ટીમ આયોજિત ત્રી દિવસીય રોગાનુસાર ઈન્ટિગ્રેટેડ યોગ શિબીર આર્ય મહાલય ખાતે યોજાશે
TANKARA:ટંકારા યોગ ટીમ આયોજિત ત્રી દિવસીય રોગાનુસાર ઈન્ટિગ્રેટેડ યોગ શિબીર આર્ય મહાલય ખાતે યોજાશે
યોગયુક્ત ટંકારા બનશે રોગ મુક્ત ટંકારા ના વિજય નારા સાથે ટંકારા યોગ ટીમ (TYT) દ્વારા सर्वे भवन्तु सुखिना ના ભાવ સાથે યોગ સાધક અને ટીચર દ્વારા લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ છેવાડાનાં માણસ સુધી આ યોગવિદ્યાની અતુલ્ય ભેટ પહોંચે તે માટે રોગાનુસાર યોગ શિબીર યોજવામાં આવી રહી છે આધુનિક સમય લોકોના ભાગદૌડ ભર્યા જીવન, અનહેલ્થી લાઇફ સ્ટાઇલ તથા બેથાડુ જીવન જેવા અનેક કારણોસર માણસ પોતાનું જીવન સુખથી પસાર કરી શકતો નથી જેના કારણે તે સ્થૂળતા, થાઇરોઇડ, સર્વાઇકલ, ચર્મરોગ,આળસ, તણાવ, અનિંદ્રા કેન્સર જેવા ભયંકર રોગોનું શિકાર માણસે બનવું પડતું હોય છે
પણ આપણો અતુલ્ય વારસો ઋષિ મુનિ દ્વારા મળેલ અમૂલ્ય ખજાનો એટલે યોગ સંસ્કૃતિની દેન. યોગ માનવીને રોગોથી મુક્તિ તો આપેજ છે પણ આધ્યાત્મિક ઉન્નતિના શિખરો સર કરનાર તથા સુખ અને શાંતિને પામી શકાય તેવું કલ્પવૃક્ષ છે જેને જીવનમાં દરેક માનવ સમુદાયે સ્થાન આપવું ખૂબ જ જરૂરી અને મહત્વનું છે આ યોગ જીવનશૈલીને ટંકારા તાલુકાના લોકો સુધી પહોંચાડવા યોગીજનો દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
જેમાં શિબિરાર્થે આવનાર સાધકને દિનચર્યા, પથ્ય અપથ્ય, મધુપ્રમેહ (ડાયાબીટીસ), સ્થૂળતા (મોટાપા), હૃદયરોગ,કમરદર્દ, થાઇરોઇડ, સર્વાઇકલ, ચર્મરોગ,તણાવ મુક્તિ, દુર્બળતા (વજન વધારવા) વિગેરે જેવા રોગોના યોગોપચાર શિબીર માધ્યમથી સાધકને પ્રાપ્ત થશે.
ટંકારા યોગ ટીમ દ્વારા આર્ય મહાલય ટંકારા ખાતે આગામી તારીખ ૪,૫ અને ૬ એપ્રિલ ૨૦૨૫ સમય સવારે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યે સતત ત્રણ દિવસ સુધી યોગ શિબીર ચાલશે અને ૭૦૦ થી ૧૦૦૦ સુધીની સંખ્યામાં યોગ સાધક શિબિરનો લાભ લ્યે તેવી પૂરજોર તૈયારીઓ યોગ ટીમ ટંકારા દ્વારા જાગૃતિ હાથ ધરવામાં આવી રહી છે જેમાં આ શિબિરને સફળ અને સાર્થક બનાવવા હેતુ દાતાઓની અમી દ્રષ્ટિ વરસતી જોવા મળેલ, લોકોમાં જાગૃતિ ફેલાઈ તે માટે ૧૦૦૦ ટીશર્ટ અર્પણ કરવામાં આવશે આ ભવ્ય આયોજનમાં આપ સૌ અચૂક જોડાવ તેવું પૂરી ટંકારા યોગ ટીમ તરફથી અંતરકરણ પૂર્વ સાદર આમંત્રણ
શિબિરમાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર જઈ registration કરવું
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdhcEevZloNlL1xTaCf6fqhEEAf6TiW10NNc1WqnqTgsvbGQA/viewform?usp=dialog