GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં મુસ્લિમોના ઇદુલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

 

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ 29 રોઝા સાથે પૂર્ણ થતાં સોમવારે ઇદની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી.મુસ્લિમો દ્વારા ઇદની નમાજ કબ્રસ્તાન ખાતે આવેલી ઇદગાહમાં પઢવામાં આવી હતી.ત્યારબાદ મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં તમામ લોકો વચ્ચે પરસ્પર શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ખાસ દુવા ફરમાવવામાં આવી હતી.ઇદગાહ ખાતે સુન્નત જમતના પ્રમુખ ગુલામભાઈ શેખ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ખેરગામ બજારના હિન્દૂ વેપારીઓ દ્વારા પણ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોને ઇદ મુબારકની શુભકામના પાઠવવામાં આવી હતી.ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેરગામ પીએસઆઈ એમબી ગામિતના માર્ગદર્શન હેઠળ ગામમાં અલગ અલગ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!