હાલોલ નગરમાં ઈદુલ ફિત્રની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરાઈ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૩.૨૦૨૫
હાલોલ નગર ખાતે આજે સોમવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમ ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નાના ભૂલકાંઓ સહિત તમામ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને ખાસ દુવા કરવામાં આવી હતી.જ્યારે ઈદગાહ ખાતે હાલોલ નગરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું નગરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.









