શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 551 માં અમૃત મહોત્સવમા ખુબ જ મોટી સંખ્યામાં ઉમટી પડેલી માનવ મેદની
અહેવાલ :- પ્રતિક ભોઈ
શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 551 માં અમૃત મહોત્સવમા. ખુબ જ મોટી સંખ્યામાં. ઉમટી પડેલી માનવ મેદની
સાથે સાથે શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની મન કી બાત માટે ઉપસ્થિત રહેલા પૂર્વ ગૃહ મંત્રી માનનીય ગોરધનભાઈ ઝડફિયા. .. . પ્રેરણાપીઠ તીર્થધામ શ્રી કલકી ભગવાનના 551 ના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત દેશના કેટલાક રાજ્યોમાંથી ભાવિક ભક્તો પદયાત્રી સંઘ દ્વારા વાજતે ગાજતે ખૂબ મોટી સંખ્યામાં ચૈત્ર સુદ બીજ ના રોજ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આવતા હોય છે જેના માટે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી આવી દશમ અવતાર શ્રી કલકી ભગવાન તેમજ શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિર તેમજ નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કરી ભાવુક થાય છે અને આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ હોય તે નિમિત્તે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા આવી ખૂબ જ દર્શન કર્યા બાદ છેલ્લા 25 થી 30 વર્ષથી આ સંસ્થા સાથે સતત અવારનવાર મુલાકાત દ્વારા ખૂબ પ્રગતિ અને વિશાળ શિષ્ય મંડળ તેમજ ભાવિક ભક્તો ને નિહાળી આનંદ વ્યક્ત કરેલ હતો સાથે સાથે પરમ પૂજ્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી એ સાલ ઓઢાડી સન્માન કરેલ હતું અને આ સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજના પ્રમુખશ્રી અબજી ભાઈ ધોળું અને ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ અને દેવજીભાઈ સાથે આદરણીય પ્રેમદાસ બાપુ તેમજ ટ્રસ્ટીઓ જોડાયેલા હતા. આજરોજ આ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો અને સાંજે માયાભાઇ આહીર નો ડાયરો નો પ્રોગ્રામ રાખેલ હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાશે તેવું જણાઈ રહેલ છે જય જય શ્રી રામ જય ગુરુદેવ સમગ્ર કાર્યક્રમમાં પ્રેરણાપીઠના મેનેજર શ્રી ગણપતભાઈ અને મેનેજર શ્રી ચેતનભાઇ ભગત ઉપસ્થિત રહેલા હતા