GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: આજી-૨ ડેમનો ૧ દરવાજો ૦.૩ મીટર ખોલાતાં નદીના પટમાં અવરજવર ન કરવા ગામલોકોને ચેતવણી
તા.૧૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ જળાશયમાં તા. ૧૨ના બપોરે ૧૩.૫૦ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૭૨.૫ મીટર છે. હાલ આ ડેમનો ૧ દરવાજો ૦.૩ મીટર ખુલ્લો છે. આથી, પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા અને સખપર ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી આપવામાં આવી છે.