AHAVADANG

ડાંગ જિલ્લાનાં સ્વ -સ્વરૂપ સંપ્રદાય દ્વારા વઘઇ નગરમાં ગૂડીપડવા નિમિત્તે નગર શોભાયાત્રા અને સાંસ્કૃતિક ઉત્સવનો સંગમ કાર્યક્રમ યોજાયો હતો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સ્વ -સ્વરૂપ સંપ્રદાય ડાંગ દ્વારા વઘઇ નગરમાં ગૂડીપડવા નિમિત્તે નગર શોભાયાત્રા અને સાંસ્કૃતિક ઉત્સવનો સંગમ કાર્યક્રમ યોજાયો હતો.ગૂડીપડવો એટલે સૃષ્ટિનો જન્મદિવસ ચેત્ર સુધી એકમ એટલે ગૂડીપડવાનો ઉત્સવ ,આ ઉત્સવ અને સંસ્કૃતિનો અનોખો સંગમ હોય અને હજારો જનમેદની વચ્ચે ડાંગની ગરીમાનો સતત પરચો મળતો હોય એવો માહોલ જોવા માટે છેલ્લા સાત વર્ષથી ડાંગમાં ગૂડીપડવાનાં દિવસે યોજાતી શોભાયાત્રામાં ગયા વિના છૂટકો નથી.ગત રોજ સ્વ -સ્વરૂપ સંપ્રદાય ડાંગ દ્વારા ગૂડીપડવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.દર વર્ષે આ શોભાયાત્રાનું આયોજન આહવા નગરમાં કરવામાં આવે છે .પરંતુ હાલનાં ચાલુ વર્ષે આ શોભાયાત્રા વઘઇ નગરમાં યોજવામાં આવી હતી આ શોભયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સાથે-સાથે ડાંગ જિલ્લામાંથી વિવિધ 20થી વધુ સાંસ્ક્રુતિક તેમજ વિવિધ ઝાકીઓ રજૂઓ કરવા માં આવી હતી .આ શોભયાત્રા વઘઇ કોમ્યુનિટી હોલ સુધી યોજાઈ હતી જેમાં 2000થી વધુ ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રામાં માજી ધારાસભ્ય મંગળ ભાઈ ગાવિતપણ જોડાયા હતા.વઘઇ ખાતે યોજાયેલ શોભાયાત્રાનું આયોજન સ્વરૂપ -સંપ્રદાય ડાંગ દ્વારા કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે વન્ય જીવોનાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ વ્યક્તિઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અહી હજારોની જનમેદની વચ્ચે ડાંગની ગરિમાનો સતત પરચો મળતો હોય એવો માહોલ જોવા માટે છેલ્લા સાત વર્ષથી ડાંગમાં યોજાતી ગૂડીપડવાની શોભાયાત્રા નિહાળી લોકોએ ધન્યતા અનુભવી હતી..

Back to top button
error: Content is protected !!