BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર GIDCમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ:એપાર્ટમેન્ટમાં આગ લાગતા રહીશોમાં ગભરાટ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસીની ગોલ્ડન પોઇન્ટ પાસે આવેલા દ્વારકાધીશ રેસીડેન્સીમાં આગની ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી.
આગની જાણ થતાં જ એપાર્ટમેન્ટના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. આ દરમિયાન ડી.પી.એમ.સી.ની ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગે કાપડના પડદાને પકડી લેતા તે વધુ ફેલાઈ હતી. સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.