DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં ઈ.એમ.ટી દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૦૨.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં ઈ.એમ.ટી દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ઈ.એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ઈમરજન્સી ૧૦૮ સેવા જાહેર જનતા માટે વિનામુલ્યે જુદા જુદા ઈમરજન્સી કેસમાં સેવા પૂરી પાડવા માં આવે છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા માં પણ અલગ અલગ લોકેશન ઉપર ૩૨ જેટલી એમ્બ્યુલન્સ દરેક જનતા ને ૨૪ × ૭ સેવા પૂરી પાડે છે આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની સેવા ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. ઘણા ક્રિટીકલ કેસો માં જેવા કે એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવવી, સર્પદંશ ના કેસ માં સારવાર, અકસ્માત ન કેસ માં સારવાર આપવી વગેરે જેવા અલગ અલગ કેસ માં આ સેવા માં ઈ.એમ.ટી તરીકે ફરજ બજાવતા કર્મચારી દર્દીને સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન મિત્રોને ઈ.એમ.આર.ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૨ એપ્રિલ ના રોજ ઈ.એમ.ટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ ખાતે જિલ્લામાં ફરજ બજાવતા ઈ.એમ.ટી ને તાલુકા હેલ્થ હેલ્થ ઓફિસર દાહોદ ડો.ભગીરથભાઈ બામણીયા સાહેબ અને ૧૦૮ સેવાના ઈમરજન્સી એક્ઝિક્યુટિવ શ્રી મનોજકુમાર વિશ્વકર્મા તથા શ્રી જીજ્ઞેશકુમાર પ્રજાપતિ અને યોગેન્દ્રસિંહ ચાવડા ની ઉપસ્થિતિ માં ઈ.એમ.ટી. દિવસ ની ઉજવણી કરી ને ઈ.એમ.ટી કર્મચારીઓ ની સેવા ને બિરદાવવામાં આવી હતી. આ ઉજવણી માં દાહોદ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ દ્વારા ઈ.એમ.ટી ની કાર્યનિષ્ઠા ને ખૂબ બિરદાવી હતી

Back to top button
error: Content is protected !!