જામનગર શહેર ભાજપ પ્રમુખની મુલાકાતે ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી જયંતીલાલ લખમશી હરિયા અને ટ્રસ્ટી શ્રીમતી કંચનબેન હરિયાએ જામનગરના નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ શ્રીમતિ બીનાબેન કોઠારીની મુલાકાત લીધી
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની શહેરમાં શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અને ફાઉન્ડર ચેરમેન શ્રી જયંતીલાલ હરિયા તથા ટ્રસ્ટી શ્રીમતી કંચનબેન હરિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
જામનગર મહાનગર સંગઠનના પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણુંક થઇ છે. નારી શક્તિને યોગ્ય સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનના પ્રમુખ તરીકે ખૂબ સફળ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ મુલાકાત દરમ્યાન, ચેરમેન શ્રી જયંતીભાઈ તથા ટ્રસ્ટી કંચનબેન એ શહેરમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત અને ઉચ્ચ શિક્ષણ મળે તે બાબતે શહેર ભાજપ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ૪3 વર્ષથી શિક્ષણક્ષેત્રે અગ્રેસર કામગીરી કરી રહ્યું છે અને અનેક સંસ્થાઓ ચલાવી રહ્યું છે. શ્રીમતિ બીનાબેન કોઠારીએ,ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રગતિની વિગતો રસપુર્વક જાણી હતી.
_____________________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






