
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ ખાતે આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો પૈકી એક વય નિવૃત અને અન્ય બે શિક્ષકોની બદલી થતા શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલના સાંસ્કૃતિક હોલ ખાતે ત્રણ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો હતો.
જેમાં શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલના સુપરવાઈઝર પ્રમોદસિંહ ગોહેલ વય નિવૃત થતા તેમજ માધ્યમિક વિભાગના ગણિત વિજ્ઞાનના શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અલ્પાબેન પટેલ કે જેઓ જિલ્લા ફેરબદલી અંતગર્ત વતનમાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય લઈ રહેલ શિક્ષકોને શાળાના પરિવાર શ્રીફળ, સાલ ઓઢાડી, સન્માન પત્ર અને મોમેન્ટો આપી વિદાય આપી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહજી રણા સંસ્થાના હોદેદારો, ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.


