વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સખી મંડળ સંચાલિત મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાતા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવું બળ મળ્યું છે. મંગલમ કેન્ટીનના શુભારંભ પ્રસંગે ગાયત્રી સખી મંડળ સંચાલિત મંગલમ કેન્ટીને નવસારી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા તથા વાંસદા પ્રયોજન વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય ઉપસ્થિત રહી સખી મંડળના બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા
જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ થયેલ મંગલમ કેન્ટીનથી ગાયત્રી સખીમંડળની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવસારી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર શરુ થયેલ કેન્ટીનથી કચેરીના પરિસરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર અને આસપાસની સરકારી કચેરીમાં આવનાર મુલાકાતીઓ તથા કર્મચારીઓને પૌષ્ટિક નાસ્તો અને જમવાની સુવિધા મળી રહેશે.
આ શુભારંભ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી વાય.બી. ઝાલા , નાયબ કલેકટરશ્રી કેયુર ઈટાલિયા,નાયબ કલેકટરશ્રી એસ કે ખુમાણ તથા જિલ્લા સેવા સદનના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
Follow Us