GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ તાલુકાનાં રૂ. ૨ કરોડ ૯૮ લાખના ખર્ચે રસ્તાઓના રીસર્ફેસીંગ કરવાના કામનો શુભારંભ

તા.૫/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં સાણથલી-ડોડીયાળા રોડ તથા વેરાવળ-સાણથલી-ડોડીયાળા રોડનો રૂ.૨ કરોડ ૯૮ લાખના ખર્ચે રસ્તાઓના રીસર્ફેસીંગ કરવાના કામનો શુભારંભ કરાવ્યો હતો.

વેરાવળ-સાણથલી-ડોડીયાળા રોડ રૂ. ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે ૩.૪૫૦ કી.મી લાંબો અને ૩.૭૫ મીટર પહોળો કરાશે તથા સાણથલી ડોડીયાળા રોડ રૂ. ૧ કરોડ ૫૮ લાખના ખર્ચે ૬.૨૦૦ કી.મી લાંબા અને ૩.૭૫ મીટર પહોળા રોડનું રીસર્ફેસીંગ કરવામાં આવશે. વેરાવળ-સાણથલી-ડોડીયાળા રોડ પર બે નાલા બનાવવામાં આવશે જ્યારે સાણથલી ડોડીયાળા પર એક નાલુ બનાવવામાં આવશે. બંને રોડ ઉપર ત્રણ લેયરમાં ડામરની કામગીરી કરવામાં આવશે તેમજ સાઇડ સોલ્ડર્સ, રોડ ફર્નિચર રોકડ, રોડની સેન્ટર તથા બંને સાઇડમાં થર્મોપલાસ્ટના પટ્ટાઓ તેમજ ૮૦ મીટર લંબાઈની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે.

આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી શ્રી વિઠ્ઠલભાઈ ત્રાપસીયા, શ્રી વિનુભાઈ ધડુક, શ્રી વિનુભાઈ શિંગાળ, શ્રી રમેશભાઈ વેકરીયા, શ્રી વિપુલભાઈ ડાંગર, શ્રી ધનજીભાઈ ભુવા, શ્રી વિજયભાઈ રામાણી, શ્રી ચતુરભાઈ, શ્રી દામજીભાઈ ધડુક, શ્રી અંકિત રામાણી, શ્રી નિકુંજ સોજીત્રા, માર્ગ મકાન વિભાગ પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર શ્રી જયેશભાઈ રાઠોડ, સેક્શન ઓફિસર શ્રી સંજયસિંહ ઝાલા તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!