
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
મોડાસા બાયપાસ ધનસુરા રોડ પર ટ્રકમાં આગ લાગી : મોબાઈલની બેટરીઓ ભરેલ ઇલેક્ટ્રોનિક સામાનમાં આગ લાગતા ફાયર ટીમ ઘટના સ્થળે પોંહચી આગ પર કાબુ મેળવ્યો
મોડાસા બાયપાસ ધનસુરા રોડ પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે છેલ્લા કેટલાય સમયથી ધનસુરા મોડાસા રોડ ટ્રકમાં અકસ્માત થવાના બનાવો વધતા જોવા મળી રહ્યાં છે જેમાં આજે મોડાસા બાયપાસ રોડ ધનસુરા રોડ પર ન્યાધીશના બંગલા સામે રોડ પર ઇલેક્ટ્રોનિક સામાન ભરેલ ટ્રકમાં પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા ધુમાડો જોવા મળતા ડ્રાંઇવર દ્વારા સમયસૂચકતાને કારણે બચાવા થયો હતો ડ્રાંઇવરે ટ્રક રોડની સાઈડમાં ઉભી કરી તાત્કાલિક મોડાસા ફાયર ટીમને સંપર્ક કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ટ્રકના મોબાઈલ ની બેટરીઓ ભરેલો સામાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી





