BANASKANTHAGUJARATPALANPUR

એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ* દ્વારા રાષ્ટ્રીય કક્ષાની *રાષ્ટ્રીય છાત્રા સંસદ નું આયોજન કરવામાં આવે છે

7 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

નજીકના ભવિષ્યમાં પંચાયતથી સંસદ સુધી 50 ટકા મહિલા અનામત ફરજિયાત થવાની છે તેવા સમયે મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સંસદની કાર્યવાહીથી માહિતગાર થાય અને સંસદીય ચર્ચા, Debate કરવા સક્ષમ બને જેથી ભવિષ્યમાં સમાજનું સાચું અને સારું નેતૃત્વ કરી શકે તે હેતુથી *એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ* દ્વારા રાષ્ટ્રીય કક્ષાની *રાષ્ટ્રીય છાત્રા સંસદ* નું આયોજન કરવામાં આવે છે જેમાં યુનિવર્સિટી પોતાને ત્યાં આંતરિક સ્પર્ધા દ્વારા ત્રણ છાત્રાઓનું ચયન કરી તેમને પ્રતિભાગી તરીકે મોકલે છે. આ ત્રણ પૈકી એક રાષ્ટ્રપતિ, એક વડા પ્રધાન અને એક વ્હીપ બને છે. લોટરીથી કાયદા બીલના પક્ષમાં કે વિપક્ષમાં બેસવાનું છે તે નક્કી થાય છે. સ્પર્ધકોને સંસદમાં બહુ ચર્ચિત બીલ આગલા દિવસે કે એ જ દિવસે જણાવવામાં આવે છે અને એનો પક્ષ કે વિરોધ એમ પોતાને ફાળે આવેલી કામગીરી કરવાની હોય છે.
વ્હિપ તરીકે કાર્ય કરનારે વિરોધી પક્ષ, પ્રેક્ષક તેમજ જ્યુરી દ્વારા કરવામાં આવતા પ્રશ્નોના આંકડા, તર્ક, કટાક્ષ તેમજ ચોક્કસ રેફરન્સ સાથે જવાબ આપવાના હોય છે.
બાકીના બંને લોકો બિલ introduce કરે. તેના લાભ ગેરલાભ કહે. કુલ ત્રણથી ચાર લેવલમાં આ સ્પર્ધા થાય છે. જજ તરીકે મોટે ભાગે સુપ્રીમ કોર્ટના વકીલો કે જાણીતા ધારાશાસ્ત્રીઓ હોય છે. અંતિમ તબક્કામાં પહોંચી શકો તો અધ્યક્ષ, જજ અને સામે બેઠેલ audience માંથી વેધક સવાલો આવે છે જેના તત્કાળ સંતોષકારક જવાબ આપવાના હોય છે. સર્વે દેવી દેવતાઓ અને આપ સૌના આશીર્વાદથી દીકરી *ખેવના ડી. જોશી* એની *ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી* માંથી આ સ્પર્ધા માટે પસંદ થઈ. *ઓડિશાના ગજપતિ* જિલ્લામાં આવેલી *સેન્ચ્યુરિયન યુનિ. ઑફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ* ના યજમાન પદે યોજાયેલી આ વર્ષની સ્પર્ધામાં ઉપરોક્ત બધા જ તબક્કા સફળતાપૂર્વક પસાર કરી *2nd Runners Up* એટલે કે *તૃતીય સ્થાન* મેળવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓ પોતાની Law Faculty ની PG કરતી છાત્રાઓને મોકલતી હોય છે જેમણે વકીલાતના અભ્યાસમાં જ બંધારણનો અભ્યાસ અને એની debates કરેલી હોય છે. આવી ધરખમ પ્રતિસ્પર્ધામાં સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરવું તે સાચે જ પ્રસંશનીય છે. BAOU નાં VC Dr. અમીબેન ઉપાધ્યાયે ખેવના સહિત તેની ટીમને યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!