
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ
ખેરાલુ તાલુકાના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે ગતરોજ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોટિયા, લાલવાડા, મલારપુરા, નળું ગામની ૧૨ અતિજોખમી સગર્ભા માતાઓને પોષણકીટ આપવામાં આવી હતી.
પૂર્વ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી સ્વ. અવચળભાઈ ચૌધરીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર સૌરભભાઈ દ્વારા ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૧૨ અતિ જોખમી સગર્ભા માતા માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમની સાથે અન્ય દાતાશ્રીઓ દર્શનભાઈ રાકેશભાઈ પટેલ દ્વારા બે પોષણ કીટો નું તેમજ ચોટિયા ગામના પ્રવીણચંદ્ર છોટાલાલ ઠાકર દ્વારા એક જોશી બંસીલાલ વ્રજલાલ દ્વારા એક પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ આરોગ્ય કર્મચારી મલ્ટી પરપજ હેલ્થ વર્કર પ્રજ્ઞેશભાઈ પટેલ, ફિહેવ- નીલમબેન રબારી સીએચઓ -વૈશાલીબેન સોલંકી, આશા ફેસિલેટર- સુરજબેન દ્વારા આયોજના કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મીઓ સહિત લાભાર્થી બહેનોએ દાતાઓ નો દિલ થી આભાર માનીએ છીએ એમ જણાવ્યું હતુ. . આ અનોખી પહેલ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી મિહિરભાઈ પટેલ (ચેરમેનશ્રી મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણા ) દ્વારા ખેરાલુ તાલુકા મિટિંગમાં અપાયેલ સૂચન અન્વયે સગર્ભા માતાઓને પોષણકીટ સ્વ. અવચળભાઈ ચૌધરી (પૂર્વ મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી ) દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિતરણ કરવામાં આવી હતી .
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સહિત જચ્ચા અને બચ્ચાના પોષણની યોજનાઓમાં જન ભાગીદારીને પણ મહત્વપૂર્ણ ગણી છે અને સૌના પ્રયાસને પોષણમાં જનભાગીદારી થી જોડવામાં આવેલ છે જેને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. હસરત જૈસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ભરતભાઈ સોલંકીની સૂચના અન્વયે ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અલ્કેશ શાહ તાલુકા સુપરવાઈઝર ડી. કે. પટેલની દેખરેખ હેઠળ સગર્ભા માતા તંદુરસ્ત રહે અને સુરક્ષિત રહે એ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.




