GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા માટે નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તા જેવા વિકાસના કામો માટે જિગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી.

WANKANER:વાંકાનેર તાલુકા માટે નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તા જેવા વિકાસના કામો માટે જિગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીને  રજૂઆત કરવામાં આવી.

 

 

વાંકાનેર તાલુકામાં વિકાસના કામોની રજૂઆત માટે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નાસાબેન મેર , ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી.હાલ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી છે. જેનાથી સિંચાઈના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મેન્ટેનન્સ કામ ઝડપથી અને સરળ રીતે થઈ શકશે.વાંકાનેર તાલુકામાં વિવિધ વિકાસના કામોની રજૂઆત માટે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નાસાબેન મેર , ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી. હાલ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને રજૂઆત કરવામાં આવી છે. જેનાથી સિંચાઈના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મેન્ટેનન્સ કામ ઝડપથી અને સરળ રીતે થઈ શકશે.આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવાકે ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડા થી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા રજૂઆત કરવામાં આવી.જેનાથી આજુબાજુના લગભગ દસ થી બાર ગામોને સીધો ફાયદો થઈ શકે એમ છે.આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવાકે ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડા થી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા રજૂઆત કરવામાં આવી.જેનાથી આજુબાજુના લગભગ દસ થી બાર ગામોને સીધો ફાયદો થઈ શકે એમ છે.

Back to top button
error: Content is protected !!