રાજુલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અને સ્પેશયલ (પોકસો)કોર્ટે પોકસો કેસમાં એક આરોપી ને ૨૦ વર્ષની સખત કેદની સજા

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અને સ્પેશયલ (પોકસો)કોર્ટે પોકસો કેસમાં એક આરોપી ને ૨૦ વર્ષની સખત કેદની સજા
રાજુલાના કુંભારીયા ગામે બાળાસાથે શારીરીક અડપલા કરેલ તે કેસમાં રાજુલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અને સ્પેશયલ (પોકસો)કોર્ટે પોકસો કેસમાં ૨૦ વર્ષની સખત કેદની સજા નો ચુકાદો આપવામાં આવ્યો જેમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ધારદાર દલીલ રાજુલા એડીશનલ સેશન્સ અને સ્પેશયલ (પોકસો)કોર્ટના જજ,ડી.સી.ત્રિવેદી સાહેબે માન્ય દલીલ તથા દસ્તાવેજી પુરાઓ માન્ય રાખી આરોપી જયસુખભાઈ ધનજીભાઈ કડેવાળ રે.કુંભારીયા તા.રાજુલાવાળાને કસુરવાર માનેલ છે સને ૨૦૨૦ ની સાલમાં બાળકી સાથે ઈરાદાપૂવક લલચાવી ફોસલાવી ભાગ આપી ભોગબનનાર સાથે અપકૃત્ય કરેલ તેની ફરીયાદ ભોગબનનારના વાલીએ કરેલ તે ફરીયાદ ચાલી જતા IPC કલમ ૩૭૬ ના ગુન્હામાં ૨૦ વર્ષ ની સખત કેદની સજા અને રૂા.૧૫,૦૦૦/-નો દંડ, તથા પોકસો એકટની કલમ ૪,૬,૮ ના ગુન્હામાં તકસીરવાન ઠરાવેલ હોય અલગ અલગ સજા નહી કરતા એક સાથે ૨૦ વર્ષ ની સખત કેદની સજા અને ભોગબનનારને વીકટીમ કોમ્પેનસેશન મુજબ.રૂા.૫૦,૦૦૦/-
પચાસ હજાર વળતર ચુકવવાનો હુકમ કરેલ છે. આ હુકમથી જીલ્લા ભરમાં આ પ્રકારના ગુના કરવાની ટેવ વાળા આરોપીમા ફફડાત ફેલાઈ ગયેલ છે.તેમજ સમાજમાં આવા પ્રકારના ગુન્હા થતા અટકાવવામાં આ ચુકાદો મદદ રૂપ થશે.





