GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે યજમાન સંસ્થા તથા મનોવિજ્ઞાન વિભાગ, સોરાષ્ટ્ર યુનિ., રાજકોટ વચ્ચેના MOU કરાર સમારોહ તથા વિષય નિષ્ણાતોના વ્યાખ્યાનનું આયોજન

તા.૧૦/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વધતા જતા મોબાઈલ વળગણ, આક્રમક વર્તન અને કામગીરીના ભારણને લીધે માનસિક તણાવનો અનુભવ કરતા હોય છે. મોબાઈલને લીધે થતા માનસિક તણાવને કઈ રીતે ઓછુ કરી શકાય તે અંગે તા. ૦૮/૦૪/૨૦૨૫ના રોજ સરકારી પોલીટેકનીક, રાજકોટના ઈ.સી.(આઈ.સી.ટી.) વિભાગ દ્વારા સંસ્થાના ઓડીટોરીયમ ખાતે “માનસિક સ્વાસ્થય અને મોબાઈલ” તથા “કૃત્રિમ બુદ્ધિ અને માનવીય બુદ્ધિ” જેવા વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના મનોવિજ્ઞાન ભવનના વડા પ્રો. શ્રી વાય.એ.જોગસન તથા આસી. પ્રો. ડો. ડી.આર.દોશીના વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી એ.ડી. સ્વામીનારાયણ દ્વારા સ્વાગત ઉદબોધન તથા ઈ.સી.(આઈ.સી.ટી.) વિભાગના ઇન્ચાર્જ વડાશ્રી એચ. કે. પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગના વડાશ્રીઓ, વ્યાખ્યાતાશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિગત સહાય દ્વારા સુખાકારી અને શૈક્ષણિક સફળતાને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી સરકારી પોલીટેકનીક, રાજકોટ તથા મનોવિજ્ઞાન વિભાગ,સોરાષ્ટ્ર યુનિ., રાજકોટ વચ્ચે MOU કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યજમાન સંસ્થાના આચાર્યશ્રી ડો. એ.એસ.પંડ્યાનું માર્ગદર્શન મહત્વનું રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સંસ્થાના ઈ.સી.(આઈ.સી.ટી.) વિભાગના ઇન્ચાર્જ વડાશ્રી એચ. કે. પ્રજાપતિની દેખરેખ હેઠળ વ્યાખ્યાતા શ્રી પી. એન. કરગટિયા તથા શ્રી એ.બી.મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.

Back to top button
error: Content is protected !!