BHARUCHBHARUCH CITY / TALUKO

દહેજમાં અગરમાંથી હાથ બાદ હવે પગ મળી આવતાં હત્યાની આશંકા

સમીર પટેલ, ભરૂચ
તપાસમાં એક જેસીબી ચાલક ગુમ હોવાની વિગતો સામે આવી

વાગરા તાલુકાના દહેજમાં એક મીઠાના અગરમાંથી માનવીના હાથ મળી આવ્યાં બાદ હવે પગ પણ મળી આવ્યો છે. પગમાં કાળા રંગનો બુટ જોવા મળ્યો છે. આ વિસ્તારમાંથી એક જેસીબીનો ડ્રાઇવર ગુમ હોવાથી હત્યાની આશંકા સેવાઇ રહી છે. જો કે પોલીસ હજી ફોરેન્સિક રીપોર્ટની રાહ જોઇ રહી છે. ભરૂચના સચિન ચૌહાણ હત્યાકાંડમાં મૃતકના શરીરના 9 ટુકડા કરી ગટરમાં ફેંકી દેવાયા હતા. અતિ ગંભીર આ મામલાનો ભેદ ઉકેલી પોલીસ હાંશકારો અનુભવે તે પહેલા વધુ એક સ્થળે માનવ અંગ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું દહેજમાં મીઠાના અગરમાંથી માનવ હાથ અને પગ મળી આવ્યા છે.
ભરૂચમાં સચિન ચૌહાણની ચોંકાવનારા હત્યા કાંડ બાદ મંગળવારના રોજ દહેજમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો છે.ઘણા સમયથી લાપતા જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.પોલીસે માનવ અંગનું ફોરેન્સિક પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે. જો કે હજુ આ ગુમ થયેલ જેસીબી ચાલક જ છે કે કેમ એની પણ સ્પષ્ટતા થઈ શકી નથી.

Back to top button
error: Content is protected !!