જામનગરના કલાસાધક લેખિકાના પુસ્તકોની ચોથી આવૃતિ થશે પ્રસિદ્ધ
જેમાં કંઇક કથા કહેવાય છે તે “કથ્થક” સહિત શાસ્રીય નૃત્યના ઉપાસક જામનગરના લેખીકાના પુસ્તકોની ચોથી આવૃતિ થશે પ્રસિદ્ધ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના ડો.સ્વાતિબેન અજયભાઇ મહેતા એ નામ કલા જગતમાં ખાસ કરીને કથ્થક નૃત્યમાં ઉત્કૃષ્ટ કલા સાધક તરીકે જાણીતુ છે તેઓ શ્રેષ્ઠ કથ્થક નૃત્ય તો કરે જ છે સાથે સાથે કથ્થકનુ શિક્ષણ પણ આપે છે.
આમ તો તેઓ આ શાસ્રીય નૃત્યના પરમ સાધક છે સાથે સાથે તેમણે કથ્થક નૃત્ય શિક્ષણ વિષે ભાગ ૧,૨અને ૩ પુસ્તકો લખ્યા છે જેની લોકપ્રિયતા એટલી છે કે આ પુસ્તકોની ચોથી આવૃતિ પ્રસિદ્ધ થનાર છે.
કલા વિશે લખવા માટે કલાના સાધક હોવુ જોઇએ અને કલા વિશે છણાવટ કરવા માટે પણ કલા પિપાસુ હોવુ ઘટે, ત્યારે કથ્થક જેવી અદભૂત નૃત્ય કલા વિશે લખવામાં ક્ષતિ રહે તો કથ્થક કલા નિપુણો ક્ષમા કરશે એમ માની ને આ અહેવાલ લખવાનો મેં પ્રયાસ કર્યો છે.
કથક શબ્દ સંસ્કૃતના કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્તા અને કથક નો અર્થ થાય છે વાર્તા કહેનાર કે કરનાર કે વાર્તાને સંબંધિત. “કથા કહે સો કથક” એવી કહેવત ઘણા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને કહે છે, પણ તેનો અર્થ એમ પણ થાય છે, ‘જેમાં કથા કહેવાય છે, તે છે કથક’.
કથક એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે. આ શૈલીનું ઉદગમ ઉત્તર ભારતના ક્ષેત્રોમાં થયું. આ નૃત્યના મૂળ પ્રાચીન કાળના ઉત્તર ભારતની કથક કે કથા કહેનારા વણજારાઓની ટોળી સુધી જાય છે. આ વણઝારા ગામડાઓના ચોકમાં, મંદિરોના પ્રાંગણમાં પોતાની કલા પ્રદર્શિત કરતાં તેઓ ખાસ કરીને પૌરાણીક કથાઓ, ધાર્મિક કથાઓ અને બોધ કથાઓને પોતાની મુદ્રાઓ અને ભાવ ભંગિમા દ્વારા પ્રસ્તુત કરતાં. આ એક ઉત્કૃષ્ટ નાટક હતું, જેમાં વાદ્યો અને ગાયન સાથે કલાત્મક મુદ્રાઓ કથાઓને જીવંત કરી દેતી હતી. આજની વિદ્યમાન કથક શૈલિમાં મંદિર અને ક્રિયાકાંડની અને ભક્તિ ચળવળની અસર જોવા મળે છે
કથ્થકમાં હાવ-ભાવ અને મુદ્રાઓ મુખ્ય હોય છે જેના દ્વારા નૃત્યમાં કથા પ્રસ્તુત થાય છે તે ભાવ નિખાર જેટલા સ્પષ્ટ થાય અને એક ઝલકમાં જ વિષયવસ્તુનુ નિરૂપણ કરી દે તેટલી પ્રસ્તુતિકર્તાની સફલતા ગણાય છે આમેય શાસ્રીય સંગીત અને નૃત્ય વ્યક્તિમાં સ્થિત બીજાક્ષર ઉપર અસર કરે છે તો બીજી તરફ એમ પણ કહી શકાય કે એ બીજ અક્ષર જ સ્વયં જાણે લયબદ્ધ રીતે ગતિ કરતા હોય ત્યારે નૃત્યનુ એક એવુ વલય સર્જાય છે કે જેમાં રસ -લાવણ્ય -પ્રસ્તુતિ ત્રણેય એકાકાર થઇ જાય છે. રસ એ કોઈ પણ કૃતિનુ ભાવ તત્વ છે માટે કૃતિ જ્યારે મનુષ્યના તન ,મન ,ચિતપ્રદેશ અને આત્માને સ્પર્શે ત્યારે ખરી રસ નિષ્પસ્તિ કહેવાય ત્યારે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ડો.સ્વાતિબેનની કથ્થક નૃત્ય પ્રસ્તુતિ, લેખન, કલાસાધના,કલા પ્રસ્તુતિ,કલા શિક્ષણની આગવી ઢબ …..એ દરેકમાં તેઓનું ભાવસભર તાદાત્મ્ય જ તેઓની કલાને દીપાવે છે.
ભરતમુનિ એ ભાવની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભાવ શબ્દ ‘ભૂ’ ધાતુ પરથી બન્યો છે. ‘ભૂ ઇતિ કર્ણે ધાતુ’ ‘ભૂ’ ધાતુ પરથી હેતુના અર્થમાં ભાવ શબ્દ બને છે.”ભાવ એટલે “જે ચેત્તસિક સ્થિતિ નિર્માણ કરે છે તે” અથવા જે કઈ એવી ચેયતસિક સ્થિતિ નિર્માણ કરે છે તે બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે: “વાણી, અંગ અને સાત્વિક અભિનય વડે કાવ્યાર્થને જે ભાવિત કરે છે તે ભાવ કહેવાય.”
“ભાવયનતી ઇતિ ભાવા’ એટલે કે ભાવન કરવામાં આવે તે ભાવ કહેવાય છે. તે હંમેશા સ્થિત હોય છે એટલે ભાવ કહેવાય
કથ્થકની પ્રસ્તુતિ જોઇએ ત્યારે ખ્યાલ આવે કે કલા પ્રસ્તુત કરનાર તેમાં કેટલા ઓતપ્રોત હોય છે?? અને પ્રસ્તુતિનિ લય જાણે કુદરતી જળવાતો હોય તેવી કથ્થક દ્વારા વાત કહેવાની વિશેષતા જોવા મળે છે. ડો.સ્વાતિબેન શાસ્રીય સંગીતના ઉપાસક છે સાથે કથ્થક નૃત્યના નિપુણ સાધક છે તેઓએ આ કલા પારંગતતા માત્ર પ્રસ્તુતિ પુરતી સિમિત ન રાખીને કથ્થક નૃત્ય શિક્ષણ ના ત્રણ ભાગમાં પુસ્તકો લખ્યા અને આ પુસ્તકો એવા લોકપ્રિય બન્યા છે કે હાલ આ કથ્થક નૃત્ય શિક્ષણના ભાગ ૧,૨ અને ૩ એ ત્રણેય પુસ્તકોની ચોથી આવૃતિ પ્રસિદ્વ થનાર છે. વાત્સલ્ય વેબ પોર્ટલ,વાત્સલ્ય ન્યુઝ અને વાત્સલ્યમ સમાચાર,આ તકે ડો.સ્વાતિબેન અને તેમના પરીવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે
ભાવનગરથી વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતક થનાર અને કલા ક્ષેત્રના અનેક એવોર્ડ અને સન્માન મેળવનાર ડો.શ્રીમતિ સ્વાતિબેન અજયભાઇ(પીજીવીસીએલ સર્નાકલના નિવૃત અધીક્ષક) મહેતા આ આવૃતિઓના પ્રકાશન વખતે વિનમ્રતા પુર્વક જણાવે છે કે , “સૌ ને જય શ્રીકૃષ્ણ
પ્રભુકૃપા અને મારા ગુરૂજનોના આશીર્વાદથી મારા પુસ્તક “કથ્થક નૃત્ય શિક્ષણ ભાગ ૧,૨અને ૩ ની ચોથી આવૃતિ પ્રસિદ્ધ થવા જઇ રહી છે,કથ્થક જગતના સર્વે મારા ગુરૂજનો અને રસીકજનોને દિલથી પ્રણામ. આભાર.
_____________________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com