હાલોલ ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૪.૨૦૨૫
ભારતીય જનતા પાર્ટી હાલોલ ભાજપા કાર્યાલય ખાતે આજે સોમવારના રોજ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ભારતીય સંવિધાન ના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી ની 134 મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે કાર્યકર્તાઓ સાથે ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જીવનગાથા વિશે સંવાદ કર્યો હતો.સાથે સાથે નગર ખાતે આવેલ સેવા વસ્તીમાં આંગણવાડીના બાળકોને ચોકલેટનું વિતરણ કરી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘનાડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગર પાલિકા કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, દંડક અલકાબેન પંચાલ, નિતીનભાઈ શાહ,ગોપાલભાઈ શેઠ, મહામંત્રી રવિન્દ્ર ઠાકોર, બ્રિજેશ ત્રીવેદી, સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો , કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.