MORBI:મોરબીના પરશુરામ ગ્રાઉન્ડ વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના પરશુરામ ગ્રાઉન્ડ વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટ્રીના ગ્રાઉન્ડમાં જાહેરમાં વિદેશી દારૂનુ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરસુરામ પોટ્રીના ગ્રાઉન્ડમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૫૧૨૮ ના મુદ્દામાલ સાથે આરોપી અશોકભાઈ પ્રવિણભાઇ ડાભી (ઉ.વ.૨૯) રહે. રામદેવપીરના મંદિર પાસે સો ઓરડી મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયદિપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી વરીયાનગર શેરી નં -૦૮ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








