વિસનગર નૂતન હોમીયોપેથીક મેડિકલ કોલેજના વિધાર્થીઓ એ ગુજરાત હાઈકોર્ટની શૈક્ષણિક મુલાકાત લીધી અને મેડીકો લીગલ કાનુની માર્ગદર્શન મેળવ્યું

વિસનગર નૂતન હોમીયોપેથીક મેડિકલ કોલેજના વિધાર્થીઓ એ ગુજરાત હાઈકોર્ટની શૈક્ષણિક મુલાકાત
લીધી અને મેડીકો લીગલ કાનુની માર્ગદર્શન મેળવ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર નૂતન હોમીયોપેથીક મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓ એ ગુજરાત હાઇકોર્ટ ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેમાં કાનુની મેડિકો – લીગલ વિષય અંતર્ગત માહિતી મેળવી હતી. હોમીયોપેથીક મેડિકલ કોલેજ ના ડૉ. તારિક પઠાણ, એસોસિએટ પ્રોફેસર અને બીજું વર્ષના વર્ગ સંયોજકના શૈક્ષણિક માર્ગદર્શન હેઠળ, નૂતન હોમીયોપેથીક મેડિકલ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓએ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની શૈક્ષણિક મુલાકાત લીધી. આ મુલાકાતનો ઉદ્દેશ ધારાસભા અને ફોરેન્સિક પ્રક્રિયાઓની પ્રત્યક્ષ સમજ મેળવવાનો હતો. ડૉ. તારિક એચ પઠાણ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન આપવા મા આવ્યું હતુ.અને ન્યાયિક પ્રક્રિયાઓ સાથે મેડીકો-લીગલ વિષયોની ગહન સમજ આપી જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થઇ શકે આ પ્રસંગે ડૉ. અનિલ મખિજાની (પ્રોફેસર) અને ડૉ. મયુર જશવાણી (અસિસ્ટન્ટ પ્રોફેસર) પણ ઉપસ્થિત રહ્યા હતા .તેમણે વિદ્યાર્થીઓને ફોરેન્સિક મેડિસિન અને ટૉક્સિકોલૉજીના અભ્યાસક્રમથી સંબંધિત મહત્વપૂર્ણ કાનૂની પાસાઓની સમજ આપી હતી
આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ન્યાયિક પ્રણાલી, કોર્ટ પ્રક્રિયા અને મેડીકો-લીગલ જ્ઞાનના પ્રાયોગિક ઉપયોગની વાસ્તવિક ઝાંખી કરાવવાનો હતો. વિદ્યાર્થીઓ માટે આ અનુભવ ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક રહ્યો હતો.આ પ્રકારના શૈક્ષણિક પ્રયાસો સિદ્ધાંતજ્ઞાન અને વાસ્તવિક કાનૂની અનુભવ વચ્ચેનો અંતર ઘટાડીને વિદ્યાર્થીઓની વ્યવસાયિક સમજણને મજબૂત બનાવવા મા અગત્ય નો જમાં પાસુ છે.



