BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં બિરાજમાન શ્રી વડલાવાળા ગોગા મહારાજની રમેલ તેમજ યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં બિરાજમાન શ્રી વડલાવાળા ગોગા મહારાજની રમેલ તેમજ યજ્ઞ યોજાયો...

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં બિરાજમાન શ્રી વડલાવાળા ગોગા મહારાજની રમેલ તેમજ યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડ ખાતે બિરાજમાન શ્રી વડલાવાળા ગોગા મહારાજ નો યજ્ઞ એવમ રમેલ (જાતર) શ્રી સરદાર પટેલ શાકમાર્કેટ એસોસિએશન દ્વારા સંવત ૨૦૮૧ના ચૈત્રવદ-૪ ને ગુરૂવાર તા.૧૭/૦૪/૨૦૨૫ રોજ સવારે ૯ થી સાંજે ૪.૧૫ કલાક સુધી કપિલાબેન હર્ષદકુમાર ઈશ્વરલાલ ઠક્કરના યજમાનપદે શાસ્ત્રી જોષી નરેશકુમાર ભૂદરભાઈ થરેચા,કમલેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે સેવક ગોવાભાઈ રાવળ, ગંગારામજી રાઠોડ,કેશાજી ચૌહાણ,પી.કે.ચીભડીયા,જનક ઠક્કર,જૈન શ્રેષ્ઠિ અતુલભાઈ શાહની હાજરીમાં શ્રીવડલાવાળા ગોગા મહારાજનો નારાયણયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. સાંજે તાણા-થરા નગરજનો તેમજ મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ નાગજી કાતરા એન્ડ ગ્રુપ દ્વારા રાત્રે ડાકના તાલે રમેલ (જાતર) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આખી રાત્ર ભુવજીઓએ રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડીએ શ્રી વડલાવાળા ગોગા મહારાજ તેમજ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા જગદી ગંગારામભાઈ રાઠોડ,મોન્ટુજી ચૌહાણ,યોગેશભાઈ ઠક્કર સહિત સમગ્ર ટીમ ખડે પગે રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!