પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતો કણી ગામનો ખુશ પ્રજાપતિ..
ખુશ પ્રજાપતિ નૌસેનામાં મેડિકલ આસિસ્ટન્ટ બનતા પ્રજાપતિ સમાજ તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે..

પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતો કણી ગામનો ખુશ પ્રજાપતિ..
—————————————-
ખુશ પ્રજાપતિ નૌસેનામાં મેડિકલ આસિસ્ટન્ટ બનતા પ્રજાપતિ સમાજ તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે..
—————————————-
પાટણ તાલુકાના કણી ગામના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન માતા ગીતાબેન પ્રજાપતિને કુખે પિતા કલ્પેશભાઈ પ્રજાપતિ ને ત્યાં ૩૧ મી જાન્યુઆરી ૨૦૦૭ ના રોજ જન્મ લેનાર બે બહેનોનો નાનો ભાઈ ખુશ પ્રજાપતિ ધો.૧ થી ૫ સુધી કણી અનુપમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ધો.૬ થી ૧૨ સુધી જવાહર નવોદય વિધાલય લણવા ખાતે અભ્યાસ પૂર્ણ કરતા ભારતીય નૌ સેનામાં મેડિકલ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામતા ઓરિસ્સાના ચિલ્કા સેન્ટરમાં ચાર મહિનાની અને વિશાખાપટ્ટનમમાં એક મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.ખુશ પ્રજાપતિ કણી ગામના પ્રજાપતિ સમાજમાંથી નૌ સેનામાં પસંદગી પામનાર પ્રથમ યુવાન બન્યો છે.તાં. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ માદરે વતન પરત ફરતા પરિવારજનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.ખુશકુમારે માતા-પિતા તથા પરિવારજનોના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે તેના મામા રાજુભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજ શુભેચ્છાઓ આપી રહ્યા છે.ખુશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે આગામી ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ નૌ સેનામાં નિષ્ઠા પૂર્વક વફાદારીથી મારી ફરજ બજાવીશ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




