GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી કરવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી કરવામાં આવી
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૦૯/૦૪/૨૦૨૫ થી ૧૬/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૯ આસામી પાસેથી રૂ. ૧૪૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૩૫ આસામી પાસેથી રૂ. ૭૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૧ આસામી પાસેથી રૂ. ૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે.