PANCHMAHALSHEHERA

કાંકણપુર આર્ટસ કોમર્સ કોલેજમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવની ઉજવણી કરાઈ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ. એચ. ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમેં ડો. બાબા સાહેબ આંબેડકર ચેર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ. જે. પી. પટેલ તેમજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમની શરૂઆત ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને કરવામાં આવી હતી, ત્યારબાદ કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ તેમને ગુલાબનું પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું અને પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.

 

આ પ્રસંગે ડો. મહેશ રાઠવાએ ડો. બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો વિશે વિસ્તૃત વાત કરી હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડો. આંબેડકર ચેરના ચેરમેન ડો. પ્રવીણ અમીને કર્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન ડો. અનિલ લકુમે કર્યું હતું.

 

આ કાર્યક્રમમાં કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાબા સાહેબના પ્રેરણાદાયી વિચારોને ધ્યાનથી સાંભળ્યા હતા. આ પ્રસંગે ડો. એસ. એસ. રખિયાણીયા, ડો. નીતિન ધમસાણીયા, ડો. સુરેશ પટેલ, ડો. સાબતસિંહ પટેલ, ડો. જુઈ ઉપાધ્યાય વગેરે જેવા અનેક અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

 

કાર્યક્રમના અંતમાં ડો. જે. એલ. પટેલ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. આ જન્મોત્સવની ઉજવણી ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન અને તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમની પ્રેરણાદાયી વિચારધારાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!