ગોધરા શહેરના ભુરાવાવ પાસે ડીગ્રી વગર આસ્થા હોસ્પીટલ નામથી દવાખાનુ ચલાવનાર ઇસમને એલોપેથીક દવાઓના જથ્થા તથા મેડીકલના સાધનો સાથે પકડી પાડતી ગોધરા એસ.ઓ.જી

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસ આર.વી. અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જીલ્લામા માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કરવા સારુ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા પંચમહાલ ગોધરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ડી.જી.વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી કામગીરી કરવા સુચના આપેલ.ઉપરોક્ત સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફ મેડીકલ ઓફીસરની ટીમને સાથે રાખી ગોધરા શહેરના ભુરાવાવ ચોકડી પાસે કોઇપણ જાતની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર આસ્થા હોસ્પીટલ નામથી દવાખાનુ ચલાવનાર સંદીપ દતાત્રેયભાઈ ભીંડે રહે.અરીહંત નગર બામરોલી રોડ ગોધરા જી.પંચમહાલ નાને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કિ.રૂા.૩, ૮૬, ૮૪૩/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામા આવેલ છે.






