નવસારી મહાનગરપાલિકાએ હંગામી ધોરણે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ ની કામગીરી હાથ ધરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

લુંસિકુઇ ગ્રાઉન્ડનો આસપાસનો વિસ્તારના માર્ગો પર નવી સફેદ લાઈનો, ઝેબ્રા ક્રોસિંગ અને ડિવાઇડર માર્કિંગ કરવામાં આવ્યા છે, જેથી રાહદારી તેમજ વાહનચાલકોને રાહત મળે અને ટ્રાફિક નિયમન વધુ સચોટ રીતે થાય <span;>આ કામગીરી દરમિયાન વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ ન પડે<span;> તેને ધ્યાને રાખી આ તમામ કામગીરી રાત્રિના સમયે ઝડપભેર પૂર્ણ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને સુરક્ષિત માર્ગ વ્યવસ્થાપન આપવાના ધ્યેયથી આ કામગીરી શરૂ કરાઈ છે અને આવનારા દિવસોમાં વધુ વિસ્તારો આવરી લેવાશે ..


