BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં ગાંજાની હેરાફેરી કેસમાં ફરાર આરોપી ઝડપાયો:ભાટવાડમાંથી SOGએ આરોપીની ધરપકડ કરી, કુલ 54 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસ.ઓ.જી. પોલીસે પાનોલી વિસ્તારમાંથી એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારી એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમે આ કાર્યવાહી કરી હતી. ગત 24મી માર્ચના રોજ બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજા નગર તરફ જતા માર્ગ પર ઇન્ડોરમા કંપની સામેથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 1.980 કિલોગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન અને એક બાઇક મળી કુલ રૂ. 54 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યાંથી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી મોહમ્મદ સલીમ સાદિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં નાસતા-ફરતા અને પેરોલ ફર્લો પર જામીન મેળવી ફરાર થયેલા આરોપીઓને પકડવાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.



