વિજાપુર વકફ બીલ અને યુનિફોર્મ સીવીલ કોડ ના મુદ્દે મુસ્લીમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી દેખાવો કર્યા
વિજાપુર વકફ બીલ અને યુનિફોર્મ સીવીલ કોડ ના મુદ્દે મુસ્લીમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી દેખાવો કર્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કેન્દ્ર સરકારે દ્વારા સંસદ મા વકફ બીલ અને (યુસીસી) યુનિફોર્મ સીવીલ કોર્ડ માટે લેવાયેલ નિર્ણય નો મુસ્લીમ સમાજ દ્વારા શુક્રવાર ની મસ્જીદ મા જોહર ની નમાજ બાદ ચક્કર વિસ્તાર માં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી દેખાવો કર્યો હતો. જેમાં શહેરમાં આવેલ મસ્જીદ મદ્રેસા ઓ ના ટ્રસ્ટી ઓ અને મુસ્લીમ સમાજ ના યુવકો જોડાયા હતા. વકફ બીલ પાછો ખેંચી (યુસીસી) યુનિફોર્મ સિવિલ કોડ નો નિર્ણય ગેર બંધારણીય છે મુસ્લીમ સમાજ ની શરિયત મા દખલ કરવાનું બંધ કરો સહિત ના નારાઓ લગાવ્યા હતા. મુસ્લીમ સમાજના આગેવાનો એ શનિવારે વકફ બીલ ના અને (યુસીસી) યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત કેન્દ્ર સરકારે કરેલા નિર્ણય વિરુદ્ધ મા રેલી કાઢી આવેદન પત્ર આપવા માટે નુ આયોજન કરવા મા આવ્યું હતુ. આ સમાજના આગેવાનો એ જણાવ્યું હતુ કે વકફ ની સંપતિ મુસ્લીમ સમાજના લોકો ની સંપતિ છે. જેમાં મુસ્લીમ સમાજ સિવાય બીજા લોકો ને વહીવટ મા સમાવેશ કરવો જોઈએ નહિ મુસ્લીમ સમાજ શરિયત થી બંધાયેલ છે મુસ્લીમ સમાજ ની સનાતન ચાલી આવેલ શરિયત મા સરકારે સરકારે ને દખલ કરવાનો કોઈ અધિકાર નથી જેને લઇ સરકાર દ્વારા વકફ બીલ અને યુસીસી નો લીધેલ નિર્ણયો નો સખ્ત વિરોધ કરી દેખાવો કર્યા હતા.