GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરીના ખોડાપીપરમાં સરકારી જમીન પર ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠાના દબાણો તોડાયા  

તા.૧૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

દબાણકારોને ૫૦ હજારનો દંડ ફટકારાયો

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ મુજબ, પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શનમાં આજે ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠાનાં દબાણો તોડી પડાયાં હતાં.

પડધરી તાલુકાના ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાના સર્વે નંબર ૭૮ પૈકી જમીનમાં સિમેન્ટના બેલા તથા ઈંટો બનાવવાનો ઉદ્યોગ ગેરકાયદે ચાલતો હતો. આ દબાણો તોડી પાડવા આજે પડધરી મામલતદારશ્રીની રાહબરીમાં નિમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન પરથી આશરે ૨૫૦૦ ચો.મી.ના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. આ સાથે દબાણદારોને રૂ.૫૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પડધરીના નાયબ મામલતદાર (દબાણ) તથા સર્કલ ઓફિસર જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!