GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત

MORBI:મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત

 

 

મોરબીના ડીઈઓ અને કચ્છના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રચાર્યની બેવડી ભૂમિકા ભજવતા કમલેશ મોતા

મોરબી,સામાન્ય રીતે લોકો એવું માન્યતા હોય છે કે સરકારી કર્મચારી બની જઈએ એટલે જાણે સરકારના જમાઈ બની ગયા હોય એમ કંઈ કામ કરવાનું રહિતું નથી અથવા કામ કરતા નથી એવો પૂર્વગ્રહ હોય છે પણ હકકિત કંઈક જુદી જ છે,આજે સરકારી કર્મચારીઓ પાસે સરકારની અનેક યોજનાઓ ગ્રાસ રૂટ લેવલે પહોંચાડવામાં, પોતાની ફરજના કામો કરવામાં સાંજ કેમ પડી જાય છે એની ખબર નથી રહેતી,મોડી સાંજ સુધી કામ કરવા છતાં કામો પુરા થતા નથી ત્યારે મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા કે જેમની પાસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન – ભુજ(કચ્છ) નો પણ ચાર્જ હોય ત્યાંના અઢળક કામ જેમકે શિક્ષક તાલીમ,ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલાઉત્સવ,કલા મહાકુંભ તેમજ પીટીસી બીએડ કોલેજનું નિયમન અને તાલીમાર્થીઓના પાઠ નિદર્શન, પ્રાથમિક શાળાઓનું નિયમન પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની પરીક્ષાઓના પેપરો તૈયાર કરાવવા વગેરે કામોની સાથે સાથે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળની માધ્યમિક શાળાના નિવૃત થયેલા, મૃત્યુ પામેલા કર્મચારીઓને મળતા નાણાંકીય લાભો વર્ષોથી અટવાયેલા હતા એ કમલેશ મોતા એ નિસ્વાર્થ રીતે, પારદર્શક રીતે હલ કરવામાં ખુબજ જહેમત ઉઠાવેલ છે,એજ રીતે દશમાં અને બારમાં ધોરણની બોર્ડની પરિક્ષાનું સુચારુ અને સફળ આયોજન તેમજ જુદી જુદી સરકારી ભરતીઓ માટે લેવાતી પરીક્ષાનું આયોજન,વિદ્યાર્થીઓ માટે લેવાતી કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાન સેતુ,જ્ઞાન સાધના,NMMS જેવી પરિક્ષાઓનું આયોજન અને અમલીકરણ વગેરે અનેકવિધ કાર્યક્રમોના કારણે ડીઈઓ અને ડાયટ પ્રચાર્ય એમ બે ઘોડા પર સવાર થયેલા કર્મઠ,કર્મયોગી કમલેશ મોતા જાહેર રજાના દિવસે પણ પોતાના કાર્યાલયમાં બેસી બાકી રહેલા કામોમાં, ફાઈલોનો અભ્યાસ કરી ફાઈલો એપ્રુવ કરવાનું કામ કરી પોતાની ફરજ પરસ્તી નિભાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આવા કર્મયોગી અધિકારીને અરજદારો તરફથી લાભાર્થીઓ તરફથી અભિનંદન અને ધન્યવાદ આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!