
એકતાનગર ખાતે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ની ઉપસ્થિતિમાં વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પનનું આયોજન
રાજપીપળા : જુનેદ ખત્રી
એકતાનગર ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પના સુચારૂ આયોજન-વ્યવસ્થાપન અંગે ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ બિરેન વૈષ્ણવ દ્વારા ટેન્ટસીટી-૨ ખાતે જિલ્લા કલેકટર એસ.કે.મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, નાયબ વનસંરક્ષક યજ્ઞેશ્વર વ્યાસ અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને ટેન્ટસીટી-૨ના મેનેજરશ્રી તથા સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે કાર્યક્રમ પૂર્વે બેઠક યોજીને માર્ગદર્શન કર્યુ હતુ. આ અંગે પ્રેઝન્ટેશન દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મેમ્બર સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આર.એ.ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે નાલસાના ઓ.એસ.ડી અમનદીપ સિબિયા ખાસ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા અને રહેઠાણ, ભોજન અને સાઇટ વિઝીટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સ્થળનું નિરિક્ષણ કર્યુ હતુ.
આ મેગા લીગલ કેમ્પમાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઇ, જસ્ટીસ સૂર્યકાન્ત અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, જસ્ટીસ બિરેન વૈષ્ણવ, જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ અને ચેરમેન એચ.સી.એલ.એસ.સીના એ.એસ.સુપેહીઆ તથા મેમ્બર સેક્રેટરી નાલસાના એસ.સી. મુઘટે ઉપસ્થિત રહીને પ્રેરક માર્ગદર્શન કરશે. સાથે ગુજરાત રાજ્ય લીગલ સર્વિસિસના જોઈન્ટ સેક્રેટરી એ.એ. વ્યાસ અને નર્મદા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ આર.ટી.પંચાલ અને ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર એચ.ડી.સુથાર તથા અન્ય રાજ્યમાંથી આવેલા જસ્ટીસઓ આ કેમ્પમાં ભાગ લેશે. અને દિવસ દરમિયાન અલગ-અલગ સેશનમાં સહભાગી બનીને વિચાર-વિમર્શ અને મંથન કરશે. આ કાર્યક્રમ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે.
આ મેગા લીગલ કેમ્પના આયોજન અંગે જસ્ટીસ બિરન વૈષ્ણવ દ્વારા આજે તા.૧૮ એપ્રિલે સવારે ટેન્ટસીટી-૨ ખાતે સ્થળ નિરીક્ષણ તથા ડેમ વ્યુપોઇન્ટ-૧ ખાતે જાત નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. અને લાભાર્થીઓને આપવાની સાધન-સહાય તથા પ્રદર્શન સ્ટોલ અને રોજગારી મેળવતા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તે અંગે વહિવટીતંત્ર સાથે પરામર્શ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના સેક્રેટરી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નર્મદાના એસ.આર.બટેરીવાલા અને લીગલ સાથે સંકળાયેલા અધિકારીઓ અને વહીવટીતંત્ર તથા એસ.ઓ.યુ ના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી મુલાકાત વેળાએ સહભાગી થયા હતા




