GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૧૯ એપ્રિલે ‘ફિઝિયોથેરાપી સેન્ટર’ તથા ‘ક્લિનિકલ લેબોરેટરી’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાન પાસે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજકોટ જિલ્લા શાખા દ્વારા તા. ૧૯ એપ્રિલ, ૨૦૨પના રોજ બપોરે ૩.૩૦ કલાકે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘ફિઝિયોથેરાપી સેન્ટર’ તથા ‘ક્લિનિકલ લેબોરેટરી’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત શાખાના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર તથા ક્લિનિકલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદો શ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા કલેક્ટર અને આઇ.આર.સી.એસ. પ્રમુખશ્રી પ્રભવ જોષી તથા આઇ.આર.સી.એસ. ચેરમેનશ્રી ડો. દિપક એમ. નારોલા ઉપસ્થિત રહેશે.


