AHAVADANGGUJARAT

Dang: વઘઈ તાલુકાના ચીચીનાગાવઠા ગામ પાસેનાં વળાંકમાં બે બાઇક સામસામે ભટકાતા એકનું મોત,બે ઘાયલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં ચિચીનાગાવઠા ગામ નજીકનાં વળાંકમાં બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યુ છે.જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર સુરજભાઈ (ઉં.વ. 25, રહે. જોગવેલ) અને અંકિતાબેન (ઉં.વ. 21) જેઓ હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી બીજી મોટરસાયકલ સાથે તેમની ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં સુરજભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા અંકિતાબેનને ઈજાઓ પહોંચતા ધરમપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બીજી મોટરસાયકલ પર એક જ વ્યક્તિ સવાર હતો, જે પણ આ અકસ્માતમાં ઘાયલ થયો છે અને હાલમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.અહી પુરઝડપે આવી રહેલી મોટરસાયકલ ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે વઘઇ પોલીસે આ અંગેની ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!