MODASA
મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો
આવતી કાલે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ વિવિધ કાર્યક્રમો માં હાજરી આપવાના છે જેને લઈ આજે શનિવાર બપોરે 1 કલાકે CM ના રૂટ પર પોલીસએ રિયલસરની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન મોડાસા ચાર રસ્તા પર વાહન ચાલકોના વાહન થંભાવી દેતા ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.બીજી તરફ ગરમીના સમયે વાહન ચાલકો પરેશાન થયા હતા રોષ ઠાલવ્યો હતો એક સમયે રોશે ભરાયેલ વડીલ કહ્યું હતું કે આ તો નામ મોટા અને દર્શન નાના જેવું છે.બીજી બાજુ ચારરસ્તા પર લગાવેલ સિગ્નલ ને લઇ પણ રોષ ઠાલવ્યો હતો અને વધુ સમય સુધી વાહનો ચારે બાજુ રોકી રાખતાં વાહનચાલકો પરેશાન થયા હતા