નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કાર્યક્રમ
આજકાલ યુવતીઓ અનેક શારીરિક તેમજ સામાજિક પીડાઓ અને સેલ્ફ સિક્યુરિટીની સમસ્યાઓનો સામનો કરે છે,

સવેહ્યમ્યુનિટી NGO દ્વારા આયોજન કરાયેલ “નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કાર્યક્રમ” દ્વારા અમારું મુખ્ય ઉદ્દેશ યુવતીઓ અને યુવતીઓમાં આત્મવિશ્વાસ અને આત્મસુરક્ષા માટે સજ્જ થવાનો સંદેશ પહોંચાડવાનો છે.
આજકાલ યુવતીઓ અનેક શારીરિક તેમજ સામાજિક પીડાઓ અને સેલ્ફ સિક્યુરિટીની સમસ્યાઓનો સામનો કરે છે,
કાર્યક્રમની વિગતો:
આ પ્રોગ્રામ દ્વારા યુવતીઓને તમામ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમા ૩૦૦થી વધુ રજિસ્ટ્રેશનો મળ્યાં છે અને હજી પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે.
ઉપસ્થિત થનારા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ દ્વારા દિકરીઓમા ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવામાં અનમોલ યોગદાન મળશે – જે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
આ ઉમદા કાર્યને વધુ લોકોને સુધી પહોંચાડવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અમે આપની માનનીય હાજરી તથા આપના મીડિયા પ્લેટફોર્મ દ્વારા કવરેજની અપેક્ષા રાખીએ છીએ.



