AHAVADANGGUJARAT

Dang:આહવા તાલૂકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ૧૦ લાખથી વધુની ગેરરીતિના આક્ષેપ સાથે ગાંધીનગર તકેદારી આયોગમાં ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણા એ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જોકે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા મનીષ મારકણાએ ગાંધીનગર ગુજરાત તકેદારી આયોગને લેખિતમાં ફરિયાદ કરી છે અને ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયેલ હોય તે અંગે યોગ્ય પારદર્શક તપાસ કરવા માંગ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લાના વિકાસ માટે જાહેર જનતાના ભરેલ ટેક્સ માંથી ડાંગ જિલ્લાના વિકાસ માટે સરકાર નાણાંની ફાળવણી કરે છે.ત્યારે  આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત 2020-2021 ગ્રામ પંચાયત વાઈઝ આયોજન (ખરીદીના કામોમાં)  આહવા તાલુકાની અમુક ગ્રામ પંચાયતમાં પાણીની મોટર ખરીદીની GEM પ્રોટોલ પર ટેન્ડર બહાર પડેલ હતું.જેમાં 13 પાણીની મોટર ખરીદીનું કામ થયું છે. જે અંગેની માહિતી ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણા એ RTI દ્વારા માહિતી માંગેલ હતી. જેમાં સ્પેશિફિકેશન મુજબ એક ( 1)મોટરની (ફાલકન)કંપનીની ખરીદી 95500 /-  રૂપિયા છે અને મનીષ મારકણા એ  ઘણી દુકાનમાં આ સ્પેશિફિકેશન મુજબ (ફાલકન)કંપનીની પાણીની મોટર બાબતે તપાસ કરેલ તો આ પાણીની મોટરની કિંમત 14000 થી 22000 હજાર સુધીમાં સારામાં સારી આવે તો પછી તાલુકા પંચાયત દ્વારા આ પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. અને આહવા તાલુકા વિકાસ અધિકારીએ બીલ વગેરેના કાગળિયા જોયા વગર બિલ પણ પાસ કરી દેવામાં આવ્યુ.અને આવો ભ્રસ્ટાચાર એક પાણીની મોટર ખરીદીમાં કરેલ હોય તો આહવા તાલુકા પંચાયતમાં જો નિષ્પક્ષ  તપાસ થાય તો મસમોટુ  કૌભાંડ બહાર આવી શકે એમ છે.જો એક મોટર ખરીદી ભાવ બઝારમાં 18000 હોય તો 18000×13 મોટરના =234000  રૂપિયા  થાય તો આહવા તાલુકાના પંચાયતના ટેન્ડર પ્રમાણે 95500×13મોટરના =1241500 રૂપિયા થાય છે જેથી 1007500 રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો  પડેલ છે. ત્યારે  આ ટેન્ડરની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગેરરીતિ કરેલ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા નાણા રિકવર કરવામાં આવે તેવી માંગ સાથે મનીષ મારકણાએ તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ. ત્યારબાદ આ આવેદનપત્ર પર શું તપાસ કરેલ છે તેનો અહેવાલ બાબતે પણ અરજી કરવામાં આવી હતી. જે અંગે તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ પીજી પ્રોટેલ એપ્લિકેશન પર ઓનલાઇન મારફતે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે તપાસ ચાલુ છે. જેના કારણે મનીષભાઈ મારકણા ને એવું લાગે છે કે આવેદનપત્ર આપી અને આટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આ ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ તપાસ કે કાર્યવાહી કરેલ હોય તેનો લેખિત જવાબ આપવામાં આવેલ નથી તો એના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ મોટર ખરીદીના ભ્રષ્ટાચાર કરનાર તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જેથી આખરે કંટાળીને મનીષભાઈ મારકણાએ મોટર ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી થાય તથા જિલ્લા વિકાસ અધિકારીને પણ આદેશ આપવામાં આવે જેથી યોગ્ય પારદર્શક તપાસ થઈ શકે એવી માંગ સાથે મનીષ મારકણાએ ગાંધીનગર ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરી છે…

Back to top button
error: Content is protected !!