
ડેડીયાપાડાના પીપલોદ ગામે થયેલ અનડીટેક્ટ મર્ડરના ગુનાને ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી આરોપી પકડી પાડતી નર્મદા પોલીસ
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા વિસ્તારના પીપલોદ ગામે તા.૧૫/૦૪/૨૦૨૫ ના રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા ઉ.વ.૪૮ રહે.પીપલોદ. એકાણુફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા નાઓને કોઇ અજાણ્યા ઇસમે ગળાના ભાગે અથવા તો ગળુ દબાવી મોત નીપજાવી ગુનો કરેલ હોય જે બાબતે ડેડીયાપાડા પો.સ્ટે. માં ગુનો દાખલ થયો હતો જે સંદર્ભે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે
આરોપીને પકડી પાડવા જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ માણસોની સાથે રહી આરોપી શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. અને મોબાઈલ લોકેશન આધારે તેમજ તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાતા ઇસમોની અલગ યાદી બનાવી. શંકાસ્પદ ઇસમોની અલગ અલગ વ્યકતિગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરવામાં આવેલ જે બાદ એફ.એસ.એલ.. ડોગસ્કોડની મદદ લઈ ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરેલ તે દરમ્યાન શંકાસ્પદ ઇસમ પૈકી મહેશભાઇ રૂમાભાઇ વસાવાનાઓએ આ કામના મરણજનારને ગળુ દબાવી મોત નિપજાવેલ હોવાની હકીકત કહી ગુનો કરેલાની કબુલાત કરેલ હોય જે આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


