
નરેશપરમાર. કરજણ,

કરજણના વલીનગરીની રહસ્યમઈ મહિલાના મોત ને લઈ ચકચાર
કરજણમાં ગેરેજના કારીગરની પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરીને શખ્સ ફરાર
કરજણ વલીનગરીમાં રહેતો મહંમદઆરીફખાન ફતેમોડમ્મદ ખાન મૂળ, રહે. નેવાદ મુસ્તારથાણા જદવાર તા.લાલગંજ જિ. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ ચાર માસ પહેલાં તેની બીજી પત્ની અફસાનાબાનુ સાથે કરજણ ખાતે રહેવા આવ્યો હતો. તેની પહેલી પત્ની અને ચાર સંતાનો વતન ઉત્તર પ્રદેશમાં રહે છે. મહંમદઆરીફખાને બીજા લગ્ન કરતાં પરિવારમાં નારાજગી હતી જેથી બીજી પત્નીને લઈને કરજણ રહેવા આવ્યો હતો. અહીં તે ગેરેજમાં કારીગર તરીકે નોકરી કરતો હતો. 18 એપ્રિલે રાબેતા મુજબ તે ટિફિન લઈને પોર નોકરી પર ગયો હતો. દિવસ દરમિયાન અનેક વખત પત્ની સાથે ટેલીફોન પર વાત કરી હતી. રાત્રે 8 વાગે ફોન કરતાં પત્ની અફસાનાબાનુનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. રાત્રે 9 વાગે ઘરે આવતાં આગળથી દરવાજો ખખડાવતાં દરવાજો બંધ હતો. જેથી તે પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશતાં રસોડામાં એક ચટાઈ પાથરી હતી અને બે ઓશીકા અને ટેબલ ફેન ચાલુ હતો. પત્ની ન દેખાતાં આગળના રૂમમાં જતાં અફસાનાબાનુ દીવાલને અડીને ગળે ડ્રેસના દુપટ્ટાથી ગાંઠ મારેલી ફાંસો દીધેલી ડાલતમાં જોવા મળી હતી. તેના મોઢામાંથી લોહી નીકળતું હતું. જેથી મકાન માલિકને બોલાવવા સાથે 108ને બોલાવતાં ટીમે પત્નીને મૃત જાહેર કરી હતી. આમ કોઈ અજાણ્યા ઈસમો પત્નીને ઓઢણી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી ભાગી છૂટયા હોવાની ફરિયાદ પતિ મહંમદઆરીફખાને કરજણ પોલીસમાં નોંધાવતાં પોલીસે તાત્કાલિક હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.




