સંતરામપુરના બાયપાસ રોડ ઉપર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નું અનાવરણ; બાદ “પ્રતિમા ગાયબ”

સંતરામપુરના બાયપાસ રોડ ઉપર બાબાસાહેબ આંબેડકર ની મૂર્તિનું અનાવરણ બાદ પ્રતિમા ઉતારી લેતા “આશ્ચર્ય” …
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર બાયપાસ રોડ ઉપર આવેલ ત્રણ રસ્તા સર્કલ પાસે બાબાસાહેબ આંબેડકરની મુર્તિ નવીન સકૅલ બનાવી ને મુકવામાં આવી હતી, અને આ નવીનીકરણ કરેલ સકૅલ ઊપર બાબાસાહેબ આંબેડકરની મુર્તિ ની અનાવરણ વિધિ નગરપાલિકા સંતરામપુર દ્વારા તા.14,04,2025 નાં રોજ આ વિસ્તાર ના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નાં કરકમલો દ્વારા કરવામાં આવેલ હતી. અને આ મુર્તિ ની અનાવરણ વિધિ કયૉ પછી આ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બરાબર નહીં હોવાની લોકબુમ ઉઠતાં ને બાબાસાહેબ નું માન સન્માન આ મુકેલ પ્રતિમા જોતાં, જળવાતું નહીં હોવાની બાબાસાહેબ આંબેડકર નાં સમર્થકો ની રજૂઆત અને રોષ નાં કારણે આ બાયપાસ સકૅલ ત્રણ રસ્તા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ નવીન સકૅલ ઉપરથી બાબા સાહેબની પ્રતિમા ઉતારી લેતા ભારે રોષનો જ્વાળામુખી ઉઠ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, નગરપાલિકા સંતરામપુર દ્વારા નવીન પ્રતિમા મૂકવામાં આવી હતી અને તે નું અનાવરણ કરાયેલ ને અનાવરણ નાં થોડા દિવસો બાદ સામાજિક ન્યાયના મસીહા અને ભારતના બંધારણ નિર્માતા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નગરપાલિકા સંતરામપુર હોદ્દેદારો દ્વારા આ પ્રતિમા ની સ્થાપના ને અનાવરણ કયૉ પછી ત્યાંથી હટાવી લેવામાં આવતા આ મુદ્દો નગરમાં ચચૉનો વિષય ની સાથે સાથે ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા હટાવી દેવામાં આવતા અનેક સવાલો નગરપાલિકા સંતરામપુર ના હોદ્દેદારો સામે ઉઠ્યા છે.
સંતરામપુર નગરપાલિકા દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લાવવામાં કેમ ઉતાવળ કરાઈ??? ને પ્રતિમા કેમ અશોભનીય લાગે તેવી લાવવામાં આવી અને તેને સ્ટેચ્યુ ઉપર બેસાડી દેવામાં આવી???!!! કેમ અને કોનાં ઈશારે ખરીદવા માં આવેલ છે જે તપાસ નો વિષય બનેલ છે.
આ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા ના સ્થળે બાયપાસ ત્રણ રસ્તા પાસે જે નવીન સકૅલ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ છે, તેની થડૅ પાટી ઈનસપેકશન એન્જીનીયર દ્વારા અને આઈટીઆઈ સંસ્થા ગોધરા દ્વારા કરાવી ને આ નવીનીકરણ સકૅલ ના સંદભૅમાં ખરેખર કેટલી કોસ્ટ થયેલ હોય અને ખર્ચ કેટલો કર્યો હોય, એની નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાવવા માં આવે તો વાસ્તવમાં થયેલ ખચૅ કરતાં વધુ ખર્ચ બતાવાયો હોવાનું બહાર આવે તેવું લોક મૂખે ચચૉઈ રહેલ છે.
સંતરામપુર નગરપાલિકા દ્વારા વિકાસ નાં કામો માં આડેધડ પ્લાન એસટીમેનટ બનાવી ને ગમે તે કારણસર વધુ બતાવી ને નાણા ગમે તે રીતે મંજુર કરાવીને ભારે ખાયકી મીલીભગતથી કરાય છે જે એટલે અંશે વ્યાજબી ગણાય??!! આવા અનેક સવાલો સંતરામપુર નગર ની જનતાના લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
હાલમાં અચાનક જ આ પ્રતિમા સ્થળ પરથી સંતરામપુર નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી છે, જે કારણે શહેરના નાગરિકો અને ખાસ કરીને આંબેડકરવાદી સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે.
એ કયા કારણોસર પ્રતિમા દૂર કરવામાં આવી તે અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જે અનેક સવાલો ઉભા કરે છે.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે,
ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ને તાત્કાલિક પૂર્વસ્થળે પુનઃસ્થાપિત કરવામાં આવે જેથી ન્યાય, સમતા અને બંધારણ પ્રત્યેની શ્રદ્ધા યથાવત્ રહે.
આ એક માત્ર પ્રતિમા નથી, પરંતુ કરોડો લોકોની લાગણી અને અસ્તિત્વનું પ્રતિક છે. તેથી સ્થાનિક અને ઉચ્ચ તંત્ર દ્વારા આ મુદ્દા પર ગંભીરતા દાખવી બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સમસ્ત નાગરિકો અને આંબેડકર અનુયાયીઓની પ્રચંડ લોકમાંગ છે.






