વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-20 એપ્રિલ : ભુજના પિથોરા પીર મંદિર ખાતે પધારેલ રાજસ્થાનની શિવ વિધાનસભાના યુવા લોકપ્રિય વિધાયક શ્રી રવિન્દ્રસિંહ ભાટીનું મંદિર ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સંસ્થાઓ વતી તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય શિક્ષક સમાજના મોવડીઓ નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, હરિભા સોઢા અને જટુભા રાઠોડ દ્વારા પણ તેમનું શાલ અને તલવાર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું.