વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ઋષિઓને વેચાણ કેન્દ્ર મળે અને તેમના ઉત્પાદનને સારું એવું વળતર મળે તેમજ ગ્રાહકોને ઉત્તમ અને વ્યાજબી ભાવે અનાજ તેમજ ફળફળાદી અને પ્રાકૃતિક ઉત્પાદનોનું યોગ્ય પોષણ મળે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેશની સાથે રાજ્ય અને મહેસાણા જિલ્લામાં પણ તાલુકા સ્તરોએ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રો ગતિમાન થઈ રહ્યા છે.
જે પૈકી આજ રોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ તાલુકા પંચાયત વડનગર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી “આત્મા” પ્રોજેક્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં સ્થાનિકોએ રસ લીધો હતો તેમજ વડનગર તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશો જેવીકે શાકભાજી, અનાજ, ફળ ,તરબૂચ, ડુંગળી, કેરી સિંગતેલ તેમજ આમળા, ફીંડલા તથા વિવિધ પ્રકારના જ્યુસનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ આમળા, ફીંડલા અને વિવિધ શો ખરીદવામાં પણ રસ દાખવ્યો હતો આજના વેચાણમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન મગફળીના તેલનું વેચાણ નોંધનીય થયું હતું તેમજ જ્યુસ અને તરબૂચનું પણ વેચાણ નોંધનીય થયું હતું થયું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતો આજથી પ્રારંભ થયેલા પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રના કારણે ખુશખુશાલ છે અને સરકારના તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટનો આ પ્રશંસનીય પ્રયાસોને આવકારે છે એમઆત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેજલબેન શેઠે જણાવ્યું હતુ.