જામનગરના નાગરીકોના આરોગ્ય માટે કોર્પો.ની જહેમત “મચ્છર ઉપદ્રવ ટાળો”

૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરશે જામ્યુકો
જામનગર મહાનગપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે ૨૫ મી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેનો હેતુ મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. જે ધ્યાને લેતા ચાલુ વર્ષે એન.વી.બી.ડી.સી.પી. દિલ્હી દ્વારા આ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસની થીમ – Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite”

વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણીનાં હેતુસર મેલેરિયા રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે, જે ધ્યાને લેતા ચાલુ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવશે. જેથી મેલેરિયા એલીમીનેશનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને મેલેરિયા નિયંત્રણ અને અટકાયતનાં પ્રયત્નોમાં વ્યાપક જનજાગૃતિ કેળવવાના ઉદ્દેાથી, વિશ્વ મેલેરિયા દિનના ઉપક્રમે આરોગ્ય શિક્ષણના વિવિધ માધ્યમો ગોઠવવામાં આવશે, જેમાં યુ.એચ.સી. પર લઘુ શિબિર અને ગુરુ શિબિર જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. શહેરમાં આવેલા રણમલ તળાવના ગેટ નં.૧ ખાતે પ્રદર્શનનું આયોજન તા.૨૫-૦૪-૨૫ના રોજ સાંજે 5:00 વાગ્યા થી 6:00 વાગ્યા સુધી કરવામાં આવશે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમ જેવા કે પ્રદર્શન, લાગુ શિબિર, ગુરુ શિબિર, શાળામાં શિબિર, જાહેર વિસ્તારોમાં ગૂપમીટીંગ જેવા કાર્યક્રમ, દીવાલો પર મેલેરિયા રોગ નિર્મુલન અંગેના ભીતચિત્રો દ્વારા લોકોમાં રોગ અટકાયત અંગે સક્રિય ભાગીદારી કેળવાય અને મેલેરિયા મુક્ત ગુજરાતનાં લક્ષ્યાંકને હાંસલ કરી શકાય.
મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા)એ મચ્છર બચ્ચા છે. આમ, ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવે છે કે જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો. મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.
પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કસે.
પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો.
મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો.
ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી
ભરાવા ના દો.
મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો.
મચ્છરોનાં કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો. આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦0 મિનીટ નો સમય કાઢી પાણીનો તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરનાં પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે ૧૦:૦૦ મીનીટ ફાળવવાથી ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાથી બચી શકાય છે. તેમ હરેશ ગોરી,મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકા જણાવે છે કોર્પોરેશનના મેલેરીયા ઓફીસર ડી.આર.પંચાલએ જણાવ્યુ છે કે મ્યુ.કમીશનર શ્રી મોદી સાયબની સુચનાથી આરોગ્ય શાખાના હેડ ડો. શ્રી ગોરી સાયબના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેલેરીયા શાખા તથા આરોગ્ય શાખા અને સ્લગ્ન આરોગ્ય અને સેવા વર્કરો આ ઝુંબેશ માટે જહેમત ઉઠાવે છે.
______________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





