જમ્મુ કાશ્મીર પહેલ ગામ માં આંતકી હુમલા ની ઘટના ને વિજાપુર બાર એસોસિએશન દ્વારા વખોડી કાઢી હુમલા મા મૃત્યુ પામેલ ૨૭ નિર્દોષ નાગરિકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મુ કાશ્મીર પહેલ ગામ માં આંતકી હુમલા ની ઘટના ને વિજાપુર બાર એસોસિએશન દ્વારા વખોડી કાઢી હુમલા મા મૃત્યુ પામેલ ૨૭ નિર્દોષ નાગરિકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા થયેલ આતંકી હુમલો મા દેશના નિર્દોષ ૨૭ જેટલા નાગરિક તેમજ બે વિદેશી નાગરીકો ને મોત ના પગલે દેશની અસ્મિતા અને અખંડિતતા ઉપર પાડોશી દેશના અમાનવીય ઘટના ને વિજાપુર બાર એશોસીએશન દ્વારા કોર્ટે ના બાર હોલ ખાતે વકીલ મંડળ અને કોર્ટ ના કર્મચારી ગણ દ્વારા પ્રાર્થના સભા રાખી મૌન ધારણ કરી ને શ્રદ્ધાંજલી આપી સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. મૌન ધારણ કરી મૃતકો ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરવા મા આવી હતી. આ બાબતે વકીલ મંડળ ના પ્રમુખ કૃણાલ પી બારોટે જણાવ્યું હતુ કે પાડોશી દેશના આંતક વાદી ઓ એ દેશ મા ઘૂસી ને જમ્મુ કાશ્મીર પહેલગામ મા દેશના નિર્દોષ ૨૭ નાગરીકો જેમાં ગુજરાત ના ત્રણ બે વિદેશી લોકો ઉપર હુમલો થયો હતો જેમાં ત્રણે મૃત્યુ પામેલ આ સદગત લોકોની આત્મા ને પ્રભુ શાંતિ અર્પે આ હુમલો દેશ ની અસ્મિતા અને બંધારણ ઉપર હુમલો કર્યો છે. જે વકીલ મંડળ ના સભ્યો કર્મચારી ગણ ઉપસ્થિત રહી મૃતકો ને શ્રદ્ધાંજલી આપી વખોડી કાઢ્યો હતો.



