
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગર ખાતે નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે છેલ્લા કેટલાય દિવસથી ભારે ટ્રાફિક થઈ રહ્યો છે પરંતુ આ ટ્રાફિક સર્જાઈ નહીં તેના માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે ડાયવર્જન આપેલ નથી જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકની લાંબી કતારોમાં ઉભા રહીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આજ રોજ કાયમની માફક ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાફિક પોલીસ પોતાની જવાબદારી અને ફરજ ચૂક કરી રહી છે જેના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

આજ રોજ જ્યારે ઉમરેઠ નગરની ઓડ ચોકડી પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઉમરેઠ ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો છાંયડામાં એકબીજા સાથે ગપસપ કરી રહ્યા હોય તેમ નજરે ચઢ્યા હતા અને બીજી બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા.


ઉમરેઠ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિભાવવાના બદલે આવી રીતે જો છાંયડામાં ગપસપ કરી અને સમય પસાર કરે તો વાહનચાલકો લાંબી કતારોમાં ઉભા રહે તે કેટલું યોગ્ય.?






