અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરી:4767 કિલો લોખંડના સળિયાની ચોરી કરનાર 5 ટ્રક ચાલકો ઝડપાયા

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરી:4767 કિલો લોખંડના સળિયાની ચોરી કરનાર 5 ટ્રક ચાલકો ઝડપાયા
અંકલેશ્વર તાલુકાના આલુજ ગામે આવેલી બુલેટ ટ્રેન સાઈટ પરથી રૂપિયા 3 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી સામે આવી છે. આ મામલે પોલીસે 5 ટ્રક ચાલકોની ધરપકડ કરી છે.
એલએનટી કંપનીની બુલેટ ટ્રેન સાઇટ પર મહારાષ્ટ્રના રાયગઢથી લોખંડના સળિયા લઈને આવેલા 5 ટ્રક ચાલકોએ 4767 કિલો સળિયા સગેવગે કરી દીધા હતા. આરોપીઓએ સળિયાના વજન જેટલા પથ્થર અને માટીના કોથળા ટુલ બોક્સમાં મૂકીને વિશ્વાસઘાત કર્યો હતો.
સીજે ડાર્સલ લોજીસ્ટીક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવન કુમાર શર્માએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના સમયમાં તપાસ કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પકડાયેલા આરોપીઓમાં રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંગ વિજયબહાદુરસિંગ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ ગુરુદીનપાલ અને સતીષ ચંદ કામતા પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સળિયા ક્યાં વેચ્યા તે અંગેની પૂછપરછ શરૂ કરી છે.



