NAVSARINAVSARI CITY / TALUKO

Navsari : ખેડૂતો આનંદો: ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ શરુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૪: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીનેખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મેળવી શકે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. નવિન આઇ ખેડુત પોર્ટલની વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ  સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરાવવુ અનિવાર્ય છે જેની નોંધ જિલ્લાના તમામ ખેડૂતોએ લેવા સૌ ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી શાખા તરફથી જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!