રાજપીપળા ખાતે કોંગ્રેસની મિટિંગ મળી , AICC ના પ્રભારી ગિરીશ નાયકની ઉપસ્થિતિમાં કાર્યકરો પાસે સુઝાવ લેવાશે
સંગઠન ને મજબુત બનાવી આગામી સમયમાં ગુજરાત મા કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવી ભાજપા ના ગઢ ને તોડવાની રાહુલ ગાંધી ની કવાયત નો પ્રારંભ
નર્મદા જીલ્લા કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો સાથે પરામર્શ કરી સંગઠન પ્રમુખ ના નામ ની ભલામણ કરાશે : એ આઇ સી સી પ્રભારી ગિરીશભાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
કોંગ્રેસ નેતા અને લોકસભા મા વિપક્ષ ના નેતા રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટી ને ગુજરાત મા મજબૂત કરવા નું મહા અભિયાન ચલાવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ના સંગઠન 5ને મજબુત કરવા કોંગ્રેસ પાર્ટી તેના કાર્યકરો સાથે પરામર્શ અને સંવાદ કરવા નુ શરૂ કર્યું છે જે અંતર્ગત આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફ થી નર્મદા જીલ્લા માટે નિયુક્ત કરવામાં આવેલ પ્રભારી ગોવા ના ગિરીશભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરિક્ષક વલસાડ ના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, મોડાસા ના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, સુરત જીલ્લા પંચાયત ના વિપક્ષ નેતા પ્રદીપ ચૌધરી સહિત રાજપીપળા ના માજી ધારાસભ્ય પી ડી વસાવા, દેડિયાપાડા ના માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા, નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, પ્રવક્તા મલંગસાબ રાઠોડ સહિત ના આગેવાનો અને પાર્ટી ને અન્ય હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા એ આઇ સી સી ના પ્રભારી ગિરીશભાઈ એ જણાવ્યું હતું કે સેન્ટ્રલ લીડરશિપ દ્વારા દેશ ભર મા સંગઠન મજબુત કરવા માટે 2025 ના વર્ષ ને જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી નું સંગઠન એ આઇ સી સી થી લઈ ને બ્લોક તાલુકા શહેર અને જીલ્લા કક્ષા એ મજબુત બનાવવા માટે યોગ્ય કાર્યકર્તા ઓની પસંદગી કાર્યકરો સાથે ચર્ચા વિમર્શ કરી ને સમગ્ર અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવામાં આવશે અને એ આઇ સી સી જીલ્લા પ્રમુખ ની પસંદગી કરશે નુ પ્રભારી ગિરીશભાઈ એ જણાવ્યું હતું.આ સાથે સમગ્ર દેશમાં સંગઠન મા બદલાવ કરવામાં આવશે નુ જણાવ્યું હતું અને ગુજરાત ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે તેના જવાબ માં ગુજરાત માં કોંગ્રેસ 2017 ની ચૂંટણીઓ ખુબજ ઓછા સીટ થી હારી હતી ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલ ની કર્મભૂમિ છે સમગ્ર વિશ્વ ને શાંતિ નો સંદેશ ગુજરાત માંથી આઝાદી વેળા એ આપવામાં આવ્યો હતો ત્યારે રોલ મોડલ તરીકે ગુજરાત ને રાહુલ ગાંધી એ પસંદ કર્યો છે અને શો પ્રથમ ગુજરાત મા જીલ્લા પ્રમુખો સહિત સંગઠન નવું બનાવવામાં આવશે નું જણાવ્યું હતું. મહિલાઓની કોંગ્રેસ માં પાંખી હાજરી અંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહિલાઓ ને મોટા પ્રમાણમાં સ્થાન પાર્ટી માં મળશે પણ ગાંધી, સરદાર ના ગુજરાત માં મોદી રાજમાં મહિલાઓ અસુરક્ષા અનુભવતી હોવાનું જણાવ્યું હતું.